Saturday, April 25, 2020

આ વિરામ જરૂરી હતો

(હર્દયસ્પર્શી લખાણ જેમણે પણ લખ્યું છે
એમને અભિનંદન)

અંત તરફ આંધળી દોટ મૂકી હતી
આ દુનિયાએ
એના અંતને ઠેલવવા
આ વિરામ જરૂરી હતો

શોખીન તો થયા બધા
પણ શોખ ભૂલી ગયા
એ શોખ પાછાં કેળવવા
આ વિરામ જરુરી હતો

લોકોએ પક્ષ બદલ્યો,
પક્ષોએ સરકાર બદલી
રૂંધાતી લોકશાહી માટે
આ વિરામ જરૂરી હતો

રચ્યા કુદરતે દૃશ્યો ઘણા,
ઘણા રંગો વિખેર્યા
કુદરતના રૂપને માણવા
આ વિરામ જરૂરી હતો

ઈન્ટરનેટ થકી વિશ્વ થયું નાનું,
અંતર થયું ખતમ
મિથ્યા એ તોડવા
આ વિરામ જરૂરી હતો

નવા સંબંધો બહુ બાંધ્યા,
જૂના ટકાવી ના શક્યા
એ જુના સંબંધો તાજા કરવા
આ વિરામ જરૂરી હતો

કમાયા થોડું અને વાપર્યું ઘણું
દેખાદેખીમાં એનો હિસાબ મેળવવા
આ વિરામ જરૂરી હતો

એકબીજાને સમજાવ્યા સહુએ,
ખુદને સમજ્યા નહિ
એ સમજદારી કેળવવા
આ વિરામ જરૂરી હતો

ઓળખાણો નવી વિકસાવી ઘણી
અને વાપરી પણ
ખુદની ખુદથી ઓળખાણ માટે
આ વિરામ જરૂરી હતો

🌹🙏🌹

No comments: