Friday, August 26, 2011

Benifits of MCX Currency Trading

એમસીએક્સ-એસએક્સના લાભ

એમસીએક્સ-એસએક્સમાં ટ્રેડિંગ માટેના પારદર્શક માધ્યમ પર ભાવશોધ અને ભાવસંબંધી જોખમના સંચાલન માટે ઉપલબ્ધ તંત્રથી હેજર્સ (અર્થાત્ નિકાસકારો, આયાતકારો, કંપનીઓ અને બૅન્કો), રોકાણકારો અને આર્બિટ્રેજર્સ જેવા નાણાકીય બજારના સહભાગીઓને લાભ થાય છે.

હેજર્સઃ એમસીએક્સ-એસએક્સ વિદેશી હૂંડિયામણ બજારમાં થતા પ્રતિકૂળ ફેરફારોની અસર સામે હેજિંગ કરવા વધારે પ્રવાહિતા ધરાવતો મંચ પૂરો પાડવાનો ઉદ્દેશ ધરાવે છે. નિકાસકારો, આયાતકારો, કંપનીઓ અને બૅન્કો એમસીએક્સ-એસએક્સ પર ઓછા ખર્ચે સોદા કરી શકે છે.

રોકાણકારોઃ લાંબા અને ટૂંકા ગાળામાં વિદેશી હૂંડિયામણના વિનિમય દરમાં વધારો (કે ઘટાડો) થશે તે બાબતે પોતાનો અંદાજ બાંધવા ઈચ્છતા તમામ લોકો એમસીએક્સ-એસએક્સના કરન્સીના વાયદાના વેપારમાં સહભાગી થઈ શકે છે. દા. ત. કોઈને એમ લાગે કે અમેરિકન ડૉલરની સામે ભારતીય રૂપિયો ઘસાશે, તો તેઓ અમેરિકન ડૉલર / ભારતીય રૂપિયાના કોન્ટ્રેક્ટમાં લોંગ (ખરીદી) પોઝિશન લઈને વળતર મેળવી શકે છે. તેનાથી વિપરીત જો તેમને ભારતીય રૂપિયાનું મૂલ્ય વધવાનો અંદાજ હોય તો તેઓ કોન્ટ્રેક્ટ વેચી શકે છે. આ જ રીતે રોકાણકારો યુરો, પાઉન્ડ અને યેનની સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઉતાર-ચડાવ થવાનો અંદાજ હોય તો યુરો-રૂપિયો, પાઉન્ડ-રૂપિયો અને યેન-રૂપિયોમાં લોંગ કે શોર્ટ પોઝિશન લઇ શકે છે.

આર્બિટ્રેજર્સઃ આર્બિટ્રેજર્સ કરન્સીના વાયદાને લીધે સર્જાતા સંબંધિત દેશોના વ્યાજદરના ફરકમાં સોદા કરી શકે છે.

પ્રોડક્ટ્સ

એમસીએક્સ-એસએક્સે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) અને ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ)ના નિયમનકારી તંત્ર હેઠળ ડૉલર-રૂપિયાની કરન્સીની જોડીમાં વાયદાના માસિક કોન્ટ્રેક્ટ સાથે પોતાના કામકાજની શરૂઆત 7 ઑક્ટોબર, 2008ના દિવસથી કરી. પછીથી આ સ્ટોક એક્સચેન્જે યુરો-ભારતીય રૂપિયો (યુરો-રૂપિયો), પાઉન્ડ સ્ટર્લિંગ-ભારતીય રૂપિયો (પાઉન્ડ-રૂપિયો) અને જાપાનીઝ યેન-ભારતીય રૂપિયો (યેન-રૂપિયો)માં કરન્સી ડેરિવેટિવ્ઝનો વેપાર શરૂ કર્યો.

કરન્સીના આ કોન્ટ્રેક્ટોમાંથી દરેકનો પાકવાનો સમય તે જે મહિનાથી શરૂ થયા હોય ત્યારથી 12 મહિનાનો હોય છે.

ડૉલર-રૂપિયાના વાયદાના કોન્ટ્રેક્ટનાં ધોરણો
પ્રતીક USDINR
ઈન્સ્ટ્રુમેન્ટનો પ્રકાર FUTCUR
વેપારનો એકમ એક એકમ એટલે 1000 અમેરિકન ડૉલર
મૂળ અસ્કયામત અમેરિકન ડૉલર
ટિક સાઈઝ રૂ।. 0.25 અથવા 25 પૈસા
ટ્રેડિંગના કલાકો સોમવારથી શુક્રવાર સવારે
9.00થી સાંજે 5.00
કોન્ટ્રેક્ટની ટ્રેડિંગ સાઈકલ બાર મહિનાની ટ્રેડિંગ સાઈકલ
ટ્રેડિંગનો છેલ્લો દિવસ સમાપ્તિના મહિનાના કામકાજના છેલ્લા દિવસના બે દિવસ પહેલાં મધ્યાહ્ને 12 વાગ્યે.
આખરી પતાવટનો દિવસ સમાપ્તિના મહિનાના કામકાજનો છેલ્લો દિવસ (શનિવારને બાદ કરતાં). કામકાજનો છેલ્લો દિવસ મુંબઈમાં ઈન્ટરબૅન્ક સેટલમેન્ટ માટે જે હશે તે જ રહેશે.
આધારનો ભાવ કોન્ટ્રેક્ટના પહેલા દિવસનો થિયરેટિકલ ભાવ. બીજા બધા દિવસોએ કોન્ટ્રેક્ટનો ડીએસપી.
ભાવની મર્યાદા
6 મહિનાના સમયગાળા માટે 6 મહિના કરતાં વધારેના સમયગાળા માટ
આધારના ભાવના +/- 3% આધારના ભાવના +/- 5%
ઓળિયાંની મર્યાદા
ગ્રાહકો ટ્રેડિંગ મેમ્બર બૅન્ક
કુલ ઓપન ઈન્ટરેસ્ટના 6 ટકા અથવા 1 કરોડ અમેરિકન ડૉલર એ બન્નેમાંથી જે વધારે હોય તે કુલ ઓપન ઈન્ટરેસ્ટના 15 ટકા અથવા 5 કરોડ અમેરિકન ડૉલર એ બન્નેમાંથી જે વધારે હોય તે કુલ ઓપન ઈન્ટરેસ્ટના 15 ટકા અથવા 10 કરોડ અમેરિકન ડૉલર એ બન્નેમાંથી જે વધારે હોય તે
લઘુતમ પ્રારંભિક માર્જિન પહેલા દિવસે 1.75 % અને પછી 1 %
આત્યંતિક ખોટનું માર્જિન ઊભા ઓળિયાના માર્ક ટુ માર્કેટ મૂલ્યનો 1 %
કેલેન્ડર સ્પ્રેડ 1 મહિનાના સ્પ્રેડ માટે રૂ।. 400, 2 મહિનાના સ્પ્રેડ માટે રૂ।. 500, 3 મહિનાના સ્પ્રેડ માટે રૂ।. 800 અને , 4 કે વધુ મહિનાના સ્પ્રેડ માટે રૂ।. 1000
પતાવટ દૈનિક પતાવટ : T + 1
આખરી પતાવટ : T + 2
પતાવટનું માધ્યમ ભારતીય રૂપિયામાં રોકડેથી પતાવટ
પતાવટનો રોજિંદો ભાવ સંબંધિત કોન્ટ્રેક્ટના ટ્રેડિંગના છેલ્લા અડધા કલાકના વેઇટેડ એવરેજ ભાવના આધારે પતાવટનો રોજિંદો ભાવ નક્કી કરવામાં આવશે અથવા સંબંધિત સત્તાવાળાએ નક્કી કરેલો ભાવ લક્ષમાં લેવામાં આવશે.
પતાવટનો આખરી ભાવ ભારતીય રિઝર્વ બૅન્કનો રેફરન્સ દર
હેજિંગના સંજોગો

વિદેશી હૂંડિયામણના વિનિમય દરના બજારમાં રહેલા ભાવ ચંચળતાના જોખમની સામે હેજિંગ કરવા માટે એક્સચેન્જમાં થતા ચલણના વાયદાના સોદાનો ઉપયોગ કરવામાં આવે છે. હેજિંગના તંત્રને સમજાવવા માટે અહીં બે ઉદાહરણ આપવામાં આવ્યાં છેઃ

ઉદાહરણ 1
ધારો કે ખાદ્યતેલના એક આયાતકાર 1,00,000 અમેરિકન ડૉલરના મૂલ્યનું ખાદ્યતેલ આયાત કરવા માગે છે અને આયાત માટે 15 જુલાઈ, 2008ના રોજ ઓર્ડર આપે છે. ડિલિવરીની તારીખ 4 મહિના પછીની છે. હાજર બજારમાં ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે એક અમેરિકન ડૉલરના ધારો કે 44.50 રૂપિયા છે. પણ ઑક્ટોબર, 2008માં ચુકવણી કરવાની આવશે ત્યારે ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટી જાય અને એક અમેરિકન ડૉલર સામે તે 44.75 રૂપિયા થઈ જાય તો આયાતનું મૂલ્ય પણ વધી જાય. એ સ્થિતિમાં આયાતકારે 44,50,000ને બદલે 44,75,000 રૂપિયા ચૂકવવા પડે. આ આયાતકારે નીચે જણાવ્યા મુજબનો હેજિંગનો વ્યૂહ અપનાવવો પડેઃ


હાલના હાજર ભાવે જુલાઈ 15મી જુલાઈ, 2008ના રોજ અમેરિકન ડૉલર-ભારતીય રૂપિયાના ઑક્ટોબર 08ના 100 કોન્ટ્રેક્ટ ખરીદવા : 44.5000
(1000 * 44.5500) * 100 (15મી જુલાઈ '08ના રોજ ઑક્ટોબર '08ના કોન્ટ્રેક્ટમાં 44.5500ના ભાવે સોદા થઈ રહ્યા છે.)
ઑક્ટોબર '08માં અમેરિકન ડૉલર-ભારતીય રૂપિયાના ઑક્ટોબર '08ના 100 કોન્ટ્રેક્ટ વેચવા. નફો/નુકસાન (વાયદા બજાર) : 44.7500
1000 * (44.75 – 44.55) * 100 = 20,000
હાજર બજારમાં હેજિંગ વ્યવહારના કુલ 44.75ના દરે ખરીદી : 44.75 * 100,000
100,000 * 44.75 – 20,000 = ભારતીય રૂપિયા 4,455,000
ઉદાહરણ 2
એક ઝવેરી 50,000 અમેરિકન ડૉલરના મૂલ્યનાં સોનાનાં ઘરેણાં નિકાસ કરી રહ્યા છે. તેમને ડિસેમ્બર, 08માં પૈસા મળવાના છે ત્યારે ભારતીય રૂપિયાનું મૂલ્ય વધે તો તેની સામે તેમને રક્ષણ જોઈએ છે. તેઓ ઉક્ત સોદામાં હાલના વિનિમય દર રાખવા ઈચ્છે છે. તેમનો વ્યૂહ આ પ્રમાણે હશેઃ

અમેરિકન ડૉલર-ભારતીય રૂપિયાના એક કોન્ટ્રેક્ટનું કદ : 1000 અમેરિકન ડૉલર
15મી જુલાઈ, 2008ના રોજ અમેરિકન ડૉલર-ભારતીય રૂપિયાના ડિસેમ્બર '08ના 50 કોન્ટ્રેક્ટ વેચવા
: 44.6500
ડિસેમ્બર '08માં અમેરિકન ડૉલર-ભારતીય રૂપિયાના ડિસેમ્બર '08ના 50 કોન્ટ્રેક્ટ ખરીદવા : 44.3500
ડિસેમ્બર '08માં 44.35ના દરે હાજર બજારમાં 50,000 અમેરિકન ડૉલર વેચવા (અહીં ધારવું કે શરૂઆતમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટ્યું, પણ પછીથી ડિસેમ્બર '08ના અંત ભાગમાં નિકાસકારના ધાર્યા પ્રમાણે દરેક ડૉલર દીઠ ભાવ વધીને 44.35 થઈ ગયો).
વાયદામાં (ડિસેમ્બર '08નો કોન્ટ્રેક્ટ) નફો/નુકસાન : 50 * 1000 *(44.65 – 44.35)
= 0.30 *50 * 1000
= ભારતીય રૂપિયા 15,000
હેજિંગના વ્યવહારમાં ભારતીય રૂપિયામાં થયેલી ચોખ્ખી આવક આ પ્રમાણે થાયઃ 50,000 *44.35 + 15,000 = 2,217,500 + 15,000 = 2,232,500. જો તેમણે વાયદા બજારમાં વ્યવહાર કર્યા ન હોત તો તેમને માત્ર 22,17,500 રૂપિયા મળ્યા હોત. આમ, તેમણે તેમના વેચાણને વિદેશી હૂંડિયામણના જોખમથી બચાવીને રાખ્યું.
કામકાજની પદ્ધતિ

  • હાલમાં એમસીએક્સ-એસએક્સ પરના બધા વાયદાના કોન્ટ્રેક્ટમાં રોકડેથી પતાવટ થાય છે. એક પણ ફિઝિકલ કોન્ટ્રેક્ટ ઉપલબ્ધ નથી.
  • એમસીએક્સ-એસએક્સ પર તમામ સોદા એક્સચેન્જના ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ તંત્ર પરથી થાય છે. એક્સચેન્જના સભ્યોનાં વિવિધ સ્થળોએ આવેલાં ખાસ ટર્મિનલો પરથી આ તંત્રનો ઉપયોગ કરી શકાય છે.
  • એમસીએક્સ-એસએક્સના ટ્રેડિંગ તંત્રના તમામ સહભાગીઓએ એક્સચેન્જના ટ્રેડિંગ સભ્યો મારફતે જ સોદા કરવાના હોય છે.
    • સહભાગીઓએ ટ્રેડિંગ સભ્ય પાસે ટ્રેડિંગ ખાતું ખોલાવવું અને નિર્ધારિત રોકડ/કોલ્લેડરલ જમા કરાવવી જરૂરી છે.
  • એમસીએક્સ-એસએક્સ દરેક સોદામાં કાઉન્ટર પાર્ટી હોય છે તેથી સહભાગીઓએ કોઈ પક્ષ ફેરવી તોળશે એવો ભય રાખવાની જરૂર નથી.
    • કોઈ પક્ષ સોદામાં ફેરવી તોળે તો એમસીએક્સ-એસએક્સ કસૂરદાર પક્ષની જવાબદારીઓ પૂરી કરવા આગળ આવશે અને પછી કસૂરદાર પાસેથી લેણી રકમ અને દંડ વસૂલ કરવાની કાર્યવાહી કરશે.
  • ખરીદી અથવા વેચાણ કરીને વાયદાના કોન્ટ્રેક્ટમાં સહભાગી થયેલા લોકો તે જ કોન્ટ્રેક્ટની સમાપ્તિ પહેલાં તેમાં અગાઉની પોઝિશનથી વિપરીત પોઝિશન લઈને સ્કવેર ઑફ કરી શકે છે અને કોન્ટ્રેક્ટમાંની પોતાની જવાબદારીનો અંત લાવી શકે છે.
    • સ્ક્વેર ઑફ કરવા માટે ખરીદદારે વેચાણ અને વેચાણકર્તાએ ખરીદી કરવી પડે.
    • સહભાગીઓ જેટલા પ્રમાણમાં સ્ક્વેર ઑફ કરે તેટલા પ્રમાણમાં તેમની કોન્ટ્રેક્ટની જવાબદારીનો અંત આવે છે.
  • કોન્ટ્રેક્ટની સમાપ્તિ વખતે જેટલા કોન્ટ્રેક્ટમાં ઊભાં ઓળિયાં હોય તેમાં રિઝર્વ બૅન્કના રેફરન્સ દરે ભારતીય રૂપિયામાં રોકડેથી પતાવટ કરવામાં આવે છે.